Posts

Showing posts from April, 2024

live news

  https://www.youtube.com/watch?v=GOVsj2fqWgE

હાર્ટ એટેક

Image
  Heart Attack માટે લૂ પણ હોઈ શકે જવાબદાર, જાણો લક્ષણો અને ઉપાયો સતત થાક લાગવો એ હાર્ટએટેકનું શરૂઆતનું લક્ષણ ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને રહે છે હાર્ટએટેકનો વધારો ખતરો 40 ડિગ્રીથી વધુ તાપમાન વાળા વિસ્તારોમાં લૂનું જોખમ વધારે ગરમીની સીઝન સતત ચાલી રહી છે અને વધતા તાપમાનમાં લૂ લાગવાનો ખતરો પણ રહે છે. તેના કારણે તમને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. પણ શું તમે જાણો છો કે લૂ લાગવાથી હાર્ટ એટેકનો ખતરો પણ વધી જાય છે. એવામાં જરૂરી છે કે ગરમીમાં પોતાના શરીરનું ખાસ ધ્યાન રાખો. વધતી ગરમીના કારણે શરીરમાં પાણીની ખામી જોવા મળે છે. તેના કારણે શરીરના અનેક ફંક્શન પર પણ અસર પડે છે અને હાર્ટ એટેકનો ખતરો વધે છે. ક્યાં રહે છે વધારે રિસ્ક ઉલ્લેખનીય છે કે જે વિસ્તારોમાં ઉનાળામાં તાપમાન 40 ડિગ્રીથી વધારે રહે છે ત્યાં લૂ લાગવાનો ખતરો વધારે રહે છે. તેના કારણે હાર્ટ સંબંધી રોગોની ફરિયાદ પણ વધી જાય છે. તેનાથી બચવા માટે તેના લક્ષણોને સમજી લેવા જરૂરી છે. તો જાણો લૂ લાગવાના કારણે શરીરમાં કયા ફેરફાર જોવા મળે છે અને સાથે હાર્ટ એટેકમાં શરીરમાં શું ફેરફાર અનુભવાય છે. શું છે લક્ષણો વારેઘડી થાક લાગવો આ હાર્ટ એટેકનું શર...

આંખોની સંભાળ

Image
 આ નુસ્ખાથી આંખોની શુષ્કતા અને ખંજવાળથી મળશે રાહત ચશ્મા વગર તડકા કે પવનમાં બહાર જવું જેના કારણે આંખોમાં શુષ્કતા અને ખંજવાળની ​​સમસ્યા થવા લાગે છે હેલા આંખોનું નબળું પડવું એ વધતી ઉંમરની નિશાની માનવામાં આવતું હતું ખરાબ આહાર અને અપૂરતા પોષણને કારણે આંખને થાય છે નુકસાન કેટલાક દાયકાઓથી આંખ સંબંધિત રોગો અને દૃષ્ટિની નબળાઈની સમસ્યા માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનો અને બાળકોમાં પણ જોવા મળી રહી છે.ખરાબ આહારને કારણે પોષણનો અભાવ, પ્રદૂષણ, સ્વચ્છતાનું ધ્યાન ન રાખવું, સૂર્યપ્રકાશમાં ચશ્મા ન પહેરવા અને સ્ક્રીનનો લાંબો સમય એવી ઘણી બાબતો છે જે આંખોને નુકસાન પહોંચાડે છે. જો આંખોમાં ખંજવાળ, શુષ્કતા જેવા લક્ષણો દેખાય તો તેની અવગણના ન કરવી જોઈએ.જો આંખોમાં શુષ્કતા, ખંજવાળ વગેરેની સમસ્યાનું સમયસર ધ્યાન ન રાખવામાં આવે તો દ્રષ્ટિ નબળી પડવા ઉપરાંત ક્યારેક સ્થિતિ ગંભીર બની શકે છે. કેટલીક ટિપ્સ ફોલો કરીને તમે ન માત્ર આંખોની શુષ્કતા અને ખંજવાળથી રાહત મેળવી શકો છો, પરંતુ નબળી દ્રષ્ટિની સમસ્યાથી પણ બચી શકશો. આ કસરત ખૂબ જ ફાયદાકારક છે〇〇∟ આંખોમાં શુષ્કતા અને ખંજવાળની ​​સમસ્યાથી બચવા માટે, વ્યક્તિએ પોતાની પાંપણ...

ગરમી માં રાહત

Image
  અંગ દઝાડતી ગરમીને માત આપશે 5 ઘરેલૂ નુસખા, કરો ટ્રાય હિટ રેશિઝમાં આઈસ ક્યુબ આપશે મદદ લીમડાના એન્ટીબેક્ટેરિયલ ગુણો ગરમીને દૂર કરશે ચંદન પાવડર અને ગુલાબજળને મિક્સ કરવાથી ચકામા દૂર થશે આગ ઝરતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. એટલે કે દઝાડતો ઉનાળો શરૂ થઈ ગયો છે. જેના કારણે તમને સ્કીન સંબંધી મુશ્કેલીઓ વધી શકે છે. આ સમસ્યામાં ખાસ કરીને ખંજવાળ, સ્કીન લાલ થવી અને સાથે નાની ફોલ્લીઓની સમસ્યા વધી શકે છે. જો તમે પણ આ માટે અનેક પ્રકારના નુસખા કે ક્રીમ કે દવા વાપરો છો તો તમારે રોકાઈ જવાની જરૂર છે. કેટલાક સરળ અને ઘરેલુ નુસખાની મદદથી તમે જાતે જ ઉપાયો મેળવી શકો છો. 1. મુલતાની મિટ્ટી મુલતાની માટી અસહ્ય ગરમીને દૂર કરવામાં અદ્ભુત અસર બતાવી શકે છે. તેને લગાવવાથી ત્વચાને ઠંડક મળે છે અને બળતરા અને ખંજવાળની ​​સમસ્યા રહેતી નથી. મુલતાની માટી ફોલ્લીઓને ઘટાડવાનું પણ કામ કરે છે અને બેક્ટેરિયાને પણ ખતમ કરે છે. 2. આઇસ ક્યુબ ઉનાળામાં તમે તમારી ત્વચાને જેટલી વધુ ઠંડી રાખશો, તેટલું જ હીટ રેશિઝનું જોખમ ઓછું છે. જો શરીર પર નીકળેલી ગરમી દૂર થઈ ગઈ હોય તો પણ સુતરાઉ કપડામાં આઈસ ક્યુબ વડે લપેટી લો અને અસરગ્રસ્ત વિસ્તારમાં હળવા હાથ...